________________
નંદિવર્ધન
કળાચાર્ય–જે આપ કહે તેમજ હેય તે “સાચા. સેવકોએ પિતાના સ્વામીને કદી ઠગવા ન જોઈએ” આ નીતિ. વચન છે. તેથી આપને સત્ય કહેવા ઈચ્છા રાખું છું. આપ ધ્યાન પૂર્વક સાંભળે. એ યેગ્ય હોય કે અગ્ય હેય પણ આપ મને ક્ષમા કરજે.
સત્ય જણાવવું અને સુંદર જણાવવું એ બહુ મુશ્કેલી ભર્યું હોય છે. સત્યમાં કડવાશ વધુ હોય છે. સત્યને મીઠાશમાં કહેવા જઈએ તે પણ કડવાશ આવી જતી હોય છે.
પદ્મરાજા– હે આર્ય ! જે કહેવું હોય તે કહે. સત્ય કહેવામાં ક્ષમા માગવાની શી જરૂર છે?હું ક્રોધ નહિ કરું
કળાચાર્ય—આપ કહો તેમ હોય તે હે રાજન ! સાંભળે.. આપે કહ્યું કે “નંદિવર્ધન કુમાર ગુણનું ભાજન થયે કે નહિ ?” તે એ સંબંધમાં મારે જણાવવાનું કે “નંદિવર્ધન ગુણનું ભાજન તે છે જ, પરંતુ વૈશ્વાનરની અતિમિત્રતાથી એના બધા ગુણે બળીને ભસ્મ થઈ જાય છે. નંદિવર્ધનનું ગુણશીલપણું વૈશ્વાનરના કારણે નષ્ટ થઈ ગયું છે.
કારણ કે ગુણરૂપ સમુદ્રમાં શમતા શાંતિ, એ મુખ્ય ગુણ છે. જીવનને શોભાવનારા આભૂષણ રૂપ છે. પરંતુ કુમારની પાસે રહેલે વૈશ્વાનર પ્રશમને નાશ કરે છે. કુમાર પણ મેહના લીધે મહાશત્રુ રૂપ પાપી વૈશ્વાનરને પ્રિય મિત્ર માને છે.
તેથી હે રાજન ! આ દુષ્ટ મિત્રના સંસર્ગથી કુમારના ગુણે એ ગુણરૂપ રહેતા નથી પણ દેષરૂપ બની જાય છે