________________
૩૬૬
ઉપમિતિ કથા સારદ્વાર યુદ્ધમાં વિજય અને આ માન સન્માન પુણ્યદયને આભારી હતા. એ વિના કાંઈ સંભવી શકે તેમ ન હતું, છતાં હિંસા અને વૈશ્વાનરના પ્રતાપે જ વિજ્ય માન સન્માન પ્રાપ્ત થાય છે એ જાતની મિથ્યા માન્યતામાં હું મશગૂલ હતે.
શિકારની લત દિવસને કાર્યક્રમ પતાવી રાત્રે શયનખંડમાં મહાવિશાળ અને આરામદાયક પલંગમાં કનકમંજરી સાથે સુઈ રહ્યો.
પ્રાતઃકાળમાં વહેલા ઉઠી શિકાર માટે જંગલ ભણી જતે રહ્યો. શિકાર દ્વારા મેં ઘણા પ્રાણીઓને સંહાર કર્યો. રાજી થત સંધ્યા સમયે શિકારેથી પાછો વળે.
એ વખતે પૂજ્ય પિતાજીએ વિદુરને પૂછ્યું. હે ભદ્ર! આજે કુમાર કેમ દેખાયા નહિ?
ઉત્તરમાં એણે જણાવ્યું, હે રાજન્ ! હું કુમારશ્રી સાથેની અમારી જુની મિત્રતાને યાદ કરી મળવા માટે વહેલો એમના આવસે ગયેલું. ત્યાં કુમારશ્રી દેવામાં આવ્યા નહિ એટલે મેં પરિવારને પૂછ્યું.
પરિવારે જણાવ્યું કે કુમાર શ્રી શિકાર માટે જંગલમાં ગયા છે. રાત પૂરી થતાં પહેલાં જ અહીંથી શિકાર માટે ગયા છે. માટે તમને મહેલમાં કુમારશ્રી મળશે નહિ. રાત્રે આવજે. ' પૂછયું, શું આજે કુમારશ્રી શિકારે ગયા છે કે પછી જ શિકારે જાય છે?