________________
૩૭૮
ઉપમિતિ ક્યા સારોદ્ધાર કલંક લાગશે. નિર્મળ યશને ધકકો પહોંચશે.
કુમારના શિકારના શેખને દૂર કરાવવો હોય તે આપણે એની ભાર્યા હિંસાને દૂર કરાવવી જોઈએ. હિંસાને દૂર કરાવશું તે જ કુમારનું હિત સાધી શકાશે. અન્યથા મોટી મુશ્કેલી છે.
વિદરે જણાવ્યું, રાજન ! પેલા વૈશ્વાનર જેવી જ આ છે. કુમારના અંતરંગ પ્રદેશમાં રહેલી છે. કુમારશ્રીના મન ઉપર એણે પિતાના અધિકાર સારી રીતે જમાવ્યું છે. આપણું કહેવાથી જાય એવી એ નથી.
છતાં કુમારને એના સંગથી દૂર કરવું હોય તે પહેલાં જે નિમિત્તજ્ઞ “જિનમતજ્ઞ” આવેલા તેઓ હાલમાં અહીં પધારેલા છે. તે આપણે એમને અહીં બોલાવી આ બાબતને રસ્તે પૂછીએ.
જિનમત સાથે વિચારણું પિતાજીએ વિદુરને જ કહ્યું, તું જા અને “જિનમત” ને વિનય પૂર્વક તેડી લાવ.
વિદુર ગયે અને જિનમતજ્ઞને સાથે લઈ પિતાજી પાસે હાજર થયે. પિતાએ સારો સત્કાર કરી આવકાર પૂર્વક યેગ્ય આસન ઉપર બેસાડ્યા અને જે વાત પૂછવાની હતી તે વાત વિનયપૂર્વક રજુ કરી દીધી.
જિનમતજ્ઞ આસન લગાવી ધ્યાન ધરી વિચાણના અને બોલ્યા. હે રાજન્ ! હિંસાદેવીના સકંજામાંથી નદિવર્ધનને