________________
વિધિની વક્રતા
૨૮૩ પિતાજીએ મને બોલાવ્યું અને પણ સભામાં ગ.
એટલામાં દ્વારાપાળ મહારાજશ્રીની સન્મુખ આવી નમસ્કાર કરી જણાવ્યું. હે રાજેશ્વર ! શ્રીઅરિદમન મહારાજના મંત્રીશ્વર શ્રી “ કુંટવચન” આપની સેવામાં હાજર થવા ઈચ્છે છે.
રાજા- એમને સન્માન પૂર્વક અહી લાવે.
મંત્રીશ્વર સ્કુટવચન સભામાં પ્રવેશ્યા અને રાજાને મૂકીને નમસ્કાર કર્યા. રાજાએ મંત્રીશ્વરને છાજે તેવું આસન આપ્યું અને પૂછ્યું. આપ શા કાજે પધાર્યા છે?
ફુટવીને નમ્રતા પૂર્વક જણાવ્યું, હે રાજરાજેશ્વર! શાલપુરના અધિપતિ અને પુરૂષમાં સિંહસમાન શ્રી અરિદમન મહારાજા છે આપશ્રી એમના સુપરિચિત પણ છે
એમને શ્રી “રતિચૂલા” મહારાણી છે. અને એમની એક પુત્રી છે, તે સાત્વિક ગુણરૂપ રત્નની મંજુષા છે. સ્વભાવમાં આનંદિ, નિર્મળ હૃદયના અને યશસ્વિની છે. એનું નામ મદનમંજુષા છે.
મદનમંજુષાએ લેકમુખથી આપના કુમાર શ્રી નંદિવર્ધનના અદ્ભુત ચરિત્રને સાંભળ્યું. કુમારશ્રીની નિર્મળ યશકીર્તિ સાંભળી એ અત્યન્ત આસક્ત બની ગયા છે. નંદિવર્ધન કુમાર ઉપર અતિગાઢ રાગ થઈ ગયો છે.