________________
૧૮
ઉપમિતિ કથા સાદ્વાર - અનિયત અને અલ્પ સમયની મર્યાદા વાળું હોય છે.
આ કુટુંબ કેટલીવાર હિતને કરે છે અને કેટલીવાર અહિત પણ કરે છે. આ કુટુંબને એક નિયમ નથી. બાહ્ય કુટુંબ સંસારવૃદ્ધિનું કારણ થઈ શકે છે અને મોક્ષ સહાયક પણ બની શકે છે. જે આત્માની જેવી ભવિતવ્યતા હોય તેવું બાહ્યકુટુંબ મળે છે.
હે રાજન ! જે ત્રણ કુટુંબનું વર્ણન કર્યું એમાં બીજા કુટુંબમાં વૈશ્વાનરને સમાવેશ થઈ જાય છે. એટલે વૈશ્વાનર પણ દરેક આત્માને મિત્ર છે. એ રીતે હિંસાને પણ આમાં સમાવેશ થઈ શકે છે અને દરેક આત્માની પત્ની તરીકે ગણી શકાય. આવી પરિસ્થિતિમાં સમજુ માનવીઓએ શું કરવું જોઈએ તે તમે સાંભળે.
સમતા, નમ્રતા, સરલતા, નિલેભતા આદિ કુટુંબી જનેને જીવનમાં અપવાનવા જોઈએ. એ કુટુંબીજનેનું પાલન, પિષણ અને સંવર્ધન કરવું જોઈએ.
ક્રોધ, મદ, માન, માયા, હિંસા, ભય વિગેરે બીજા પ્રકારના અત્યંતર કુટુંબીજનેને પરિત્યાગ કરે જોઈએ. સદા એને નાશ માટે જાગૃત રહેવું જોઈએ. જો આમને આધીન થયા તે ભવની ભયંકર ભૂતાવળમાં ફસાવી દુઃખના ડુંગર તળે ચગદી નાખશે.
માત, તાત, બ્રાત, મિત્ર પુત્ર, પત્ની પરિવારવાળું