________________
૪૨૦
ઉપમિતિ કથા સારદ્વાર કાયા ત્યાગ કરવા લાયક છે, અને ક્રોધાદિ કષાયે, અજ્ઞાન મિથ્યાત્વાદિ અંતરંગ કુટુંબને મૂળથી નાશ કરવાનું છે. એ માટે સર્વજ્ઞ પ્રણિત માર્ગની મારે દીક્ષા અંગીકાર કરવાની છે. તે આ દિવ્ય અવસરને ઉચિત જે કરવાનું હોય તે ઉચિત રીતે કરો.
વિમલમતિ–હે દેવ ! મારે એકલાએ જ અવસર ઉચિત કરવાનું છે એમ નહિ, પણ આ આપના અન્તપુર, આપના સામને અને આ સભાજનેએ પણ અવસરેચિત કરવાનું છે.
રાજાના મનમાં થયું કે મંત્રીના બોલવામાં કાંઈ રહસ્ય રહેલું છે. મેં તે દીક્ષા અવસરને ઉચિત જિનમહે
સવ, રથયાત્રા, દાન, સાધર્મિકવાત્સલ્ય વિગેરે કરવાના આશયથી જણવેલું પણ મંત્રીએ ગૂઢ ઉત્તર આપ્યા છે. એમાં ઉડું રહસ્ય જણાય છે. તેથી રાજાએ ફરી પૂછ્યું.
મંત્રી ! એ કાર્યો માટે તમે જ સમર્થ છે, બીજા એમાં શું કરી શકવાના હતા? એમની જરૂર પણ શી છે?
વિમલમતિ-હે નરનાથ! અમારા શિરછત્ર એવા આપે જે માર્ગ અપનાવવા ધાર્યો છે, એ આપના પવિત્ર અંતઃપુર, અમાત્યવર્ગ, સામજો અને સભાજને માટે પણ સર્વથા સુગ્ય છે.
કારણ કે પૂ. ગુરૂભગવતે પ્રત્યેક આત્માને ત્રણે કુટુંબ હોય છે. એમ આપણને જણાવ્યું છે. અને દરેક આત્માઓએ એ ત્રણ કુટુંબમાંથી પ્રથમને સ્વીકાર, બીજાને નાશ અને