________________
ઉપમિતિ કથા સારેદ્વારા વિધિથી પરમાત્માની પૂજા કરી.
યાચકને ખૂબ દાન આપવામાં આવ્યા. કારાવાસમાં રહેલા કેદીઓને મુક્ત કરવામાં આવ્યા. વ્યવહારને અનુરૂપ બીજા કાર્યો પણ કર્યા.
છેલ્લે પિતાના પુત્ર “શ્રીધરકુમાર અને બેલાવી અરિદમન રાજાએ રાજ્યાભિષેક કર્યો. રાજ્યતિલક કરવામાં આવ્યું અને મસ્તકે રાજમુકુટ પહેરાવામાં આવ્યું. રાજ્યને ત્યાગ કરી અરિદમન રાજા વિગેરે સૌ શ્રી વિવેક કેવળી ભગવંત પાસે આવ્યા. વિનંતિ પૂર્વક દીક્ષા આપવા જણાવ્યું.
ગ્ય આત્માઓ જાણી ગુરૂભગવંતે દીક્ષા આપી અને દેશના આપતાં જણાવ્યું કે
હે મહાનુભાવે ! જે અપૂર્વ ભાવથી તમે સૌએ દીક્ષા અંગીકાર કરી છે એ રીતે જ પાલન કરે છે. વિષયને વિપાક ઘણોજ કટુ અને ઝેરી હોય છે. કષાયે તે એથી પણ આગળ વધે તેવા ભયંકર હોય છે. વિષય અને કષાય એજ સંસાર છે. સંસારના નાશ માટે વિષય અને કષાયને ત્યાગ આવશ્યક છે. વિષયકષાયને નાશ એટલે સંસારને નાશ. વિષય કષાય રૂપ અત્યંતર શત્રુના નાશ માટે જ તમે સૌએ દીક્ષા લીધી છે. આ દીક્ષાનું પાલન અપ્રમત્ત પણે કરી આત્મમંગલ કરશે.
દેશના પછી સર્વમંગલ કર્યું. દેવતાઓ પિતાપિતાને સ્થાનકે ગયા. શ્રી વિવેક કેવળી ભગવંતે સાધુ ભગવંતે સાથે અન્યત્ર વિહાર કર્યો.