________________
૪૨૪
ઉમિતિ કથા સારદ્વાર ધરાધર સાથે યુદ્ધ અને નંદિવર્ધનનું મરણ
હે અગૃહીતસંકેતે ! વિયપુર નગરમાં “શિખરી” નામના રાજા હતા. એમને “ધરાધર” પુત્ર હતે. ધરાધર ગુણ અને
સ્વભાવથી મારા સરખો હતે. એને વૈશ્વાનર મિત્ર અને હિંસા પત્ની તરીકે હતા. એ પણ પરાધીન તે હવે જ. મારા જે કર અને નિર્દય હત્યારે હતે. પિતાએ દુષ્ટ સ્વભા. વના કારણે ધરાધરને કાઢી મૂકે. જંગલની અંદર રસ્તામાં મને સામે મ. મેં વિજયપુર તરફ જવાને રસ્તે પૂ.
પરતુ દેશનિકાલની સજા થએલી હોવાના કારણે તે ઘણે જ આકુળ વ્યાકુળ હતું. એનું ધ્યાન મારા પ્રશ્ન તરફ ન હતું. મારા શબ્દો એના કાનમાં ગયા જ નહિ, ત્યારે મેં વિચાર કર્યો કે અરે! આ ભાઈ સાહેબ મારા પ્રશ્નની પણ બેદરકારી રાખે છે? મારા તરફ ધ્યાન આપતું નથી?
હિંસા અને વૈશ્વાનરની પ્રેરણાથી મેં તરતજ કમરમાંથી કટાર કાઢી. હિંસા અને વધારે ધરાધરને પણ ઉશ્કેર્યો એટલે એણે પણ મ્યાનમાંથી તલવાર બહાર ખેંચી કાઢી.
એક સાથે એકદમ જોરથી એકબીજા ઉપર અમે તૂટી પડયા અને પ્રહાર ઉપર પ્રહાર કરવા લાગ્યા. છેવટે અમે બંને ઘાયલ થઈ ઢળી પડ્યા.
હે કમળનેત્રા ! એક ભવમાં ભેળવી શકાય એવી જે અમારી પાસે ગૂટીકા હતી તે જીર્ણ થઈ ગઈ એટલે ભવિતવ્યતાએ અમને બીજી ગુટિકા આપી.