________________
ઉપસંહાર
૪૨૯
તપુરમાં આહેર
સંસારીજીવ અગૃહીતસંકેતાને ઉદ્દેશીને સદાગમની સાન્નિધ્યમાં ભવ્યપુરૂષ અને પ્રજ્ઞાવિશાલાની હાજરીમાં પિતાની વાત આગળ ચલાવતાં જણાવે છે કે| સુલેચને ! અગૃહીતસંકેતે ! આ રીતે અનંતકાળ, અનેક સ્થાને એ રખડાવીને એક વખત ભવિતવ્યતા મને જેતપુર નગરમાં લઈ ગઈ મને ત્યાં આહેરનું રૂપ આપવામાં આવ્યું. મારે જુને પુરાણે મિત્ર વૈશ્વાનર છૂપાઈ ગયે. અદશ્ય જેવું બની ગયે.
વૈશ્વાનરના અદશ્ય થવાના કારણે મારામાં કાંઈક શાંતિને. ગુણ આવ્યું. હું સાધારણ રીતે ગમ ખાતાં શિખે. શીલધર્મ કે સંયમ વિગેરે વિશિષ્ટ આચરણ વાળું વર્તન ન હતું, છતાં દાનરૂચિ, ધર્મશ્રદ્ધા વિગેરે મધ્યમ ગુણવાળું મારું જીવન બન્યું, પરન્તુ એ બધું ઘર્ષણ-પૂર્ણન ન્યાયની જેવું હતું,
મને આ રીતે સુધરેલ અને મધ્યમ ગુણવાળ જોઈ ભવિતવ્યતા મારા ઉપર પ્રસન્ન થઈ અને મારા જુના ગુપ્ત સહચર પુણ્યદયને મારી સામે હાજર કરીને મને જણાવ્યું.
આર્યપુત્ર! આપ સિદ્ધાર્થ નગરે પધારે. ત્યાં આપે ૧ ઘર્ષણ-પૂર્ણન ન્યાય. નદીમાં અથડાતા પીટાતા પત્થર કેટલાક ગાળ થઈ જાય છે પણ કોઈ એને ગોળમટોળ કરવા જતું નથી. એમ આત્મા પણ વિકાશ ક્રમમાં ભેમાં અથડાતો પીટાતો આગળ આવતો જાય છે. આમાં અનંત કાળ નીકળી જાય છે.