________________
વિધિની વક્તા
૩૮૭ ત્યાર પછી, હે પુત્ર! સાહસ ના કર ! સાહસ ના કર ! એમ બરાડા પાડતા મારા માતાજી ઉતાવળે ઉતાવળે મારી સામે આવી ગયા અને તલવાર ચૂંટાવી લેવા મારે હાથ બળપૂર્વક પકડી લીધે.
અરે! મારી માં પણ વિરોધીઓના પડખે ઢળી ગઈ? દુશ્મનને મારતાં મને રેકે છે ? એ પણ દુશ્મન બની બેઠી છે. મને ધન્યવાદ ન આપતાં, ઠપકો આપે છે? આ દુર્વિચાર કરીને કસાઈ જેમ ગાયને ઉભી ઉભી ચીરી નાખે તેમ મેં પણ તલવારથી મારી માંને ત્યાંના ત્યાંજ ચીરી નાખી.
પછી તે, અરે સ્વામીનાથ! આ શું અઘટિત કરે છે? અરે ભાઈ! આ શું કરવા બેઠો છે? અરે કુમાર! આ શું કરવા ધાર્યું છે? આ પ્રમાણે રાડો પાડતાં મારી પત્ની રત્નાવતી, મારો ભાઈ શીલવર્ધન અને મારી મટી ભાભી મણિમંજરી ત્યાં દોડી આવ્યા અને તલવાર ખેંચાવી લેવાને પ્રયતન આદર્યો.
મને થયું, અરે ! આ બધાજ મને મારી વિરોધને જ વિચાર કરી રાખે જણાય છે. આ પાપીઓએ ભેગા મળીને જ કાવત્રુ ઘડી કાઢ્યું લાગે છે. આવા વિચારથી મારે કેધ વધુ ભભૂકી ઉઠયે અને એ ત્રણે પાપાત્માઓને એક એક ઝાટકે યમરાજના મંદિરે પહોંચાડી દીધા.
આ અઘટિત સમાચાર સાંભળીને મારી પ્રેમાળ પ્રિયતમા કનકમંજરી હે આર્યપુત્ર! અરે આર્યપુત્ર ! આ શું