________________
ઉપમિતિ કથા સારોદ્ધાર બળીને ખાખ તે નહિ કર્યું હોય ને? નગરમાં આગ લાગવાથી આ બનાવ બન્યું હશે કે વિરોધી દુશ્મને એ ચારેબાજુ આગ લગાડી નગર બાળી નાખ્યું હશે?
મેં ઘણુ વિચાર કર્યા. પણ નગર કેમ બળી ગયું, આજુબાજુને પ્રદેશ કેમ ઉજજડ બની ગયે એ આજ સુધી મારા સમજવામાં આવ્યું નથી. એને કાંઈ નિવેડે લાવી શક્ય નથી. મને એ સંબંધી દુઃખ હતું અને સંશય પણ હતો. એમાં આપશ્રીના પતિતપાવન દર્શન થવાથી દુઃખ તે વિદાય થઈ ગયું. મારે શેક ઓગળી ગયે. આપનું નિષ્કલંક અને નિર્મળ મુખારવિંદ નિહાળતાં આનંદ આનંદ થઈ ગયે પણ મારી શંકાનું સમાધાન થયું નથી.
પ્રશ્નોત્તર
વિવેક કેવળી-રાજન ! સામે નજર કરે. આ સભાક્ષેત્રની નજીકમાં જેના હાથપગ મજબુત બાંધેલા છે, મેઢામાં ડૂચા ભરેલા છે, અને વાંકે વળી ગયેલ, દીન દુખીયે માનવી દેખાય છે?
અરિદમન-હાજી ગુરૂદેવ ! હું એ માનવીને સારી રીતે જોઈ શકું છું.
વિવેક કેવળી–એ માનવીએ જ જયસ્થલ નગર બાળીને ભસ્મીભૂત કરી નાખ્યું છે.
અરિદમન-હે ભગવંત! આ માનવી કોણ છે? વિવેક કેવળી–નરપતિ! એ પિતે જ આપના જમાઈ