________________
૪૦
મહારાજ અરિદમન રાજ નંદિવર્ધન કુમાર છે.
અરિદમન-એ ભંતે! આ આપ શું કહી રહ્યા છે? નંદિવર્ધન કુમારે આવું અપકૃત્ય શા માટે કર્યું હશે? અહીં આવી દશામાં કયાંથી આવી પડે ?
આ પ્રશ્નના ઉત્તરમાં ગુરૂદેવે ફુટવચન મંત્રી સાથે શ્રી પદ્મરાજાની સભામાં જીભાજોડી થતાં નંદિવર્ધને હત્યા કરી અને પછીને બધો ઈતિહાસ કહ્યો. છેલ્લે ચારે મલવિલય ઉદ્યાનમાં મુકી ગયા એ જણાવ્યું. | મારૂં આ ચરિત્ર સાંભળી સભામાં સૌને આશ્ચર્ય
યું. અરિદમન રાજા પણ આશ્ચર્યથી આભા બની ગયા. રાજાને કારણે આવી અને મનમાં વિચાર કર્યો કે આ બિચારાને બંધન મુક્ત કરી દઉ અને મોઢામાંથી ડુચા દૂર કરૂં.
પણ બીજી ક્ષણે વિચાર કરી ગયે. આના બંધને છેડાવા ગ્ય નથી. ગુરૂભગવંતે હમણા જ આ ભાઈ સાહેબના પરાક્રમે આપણને જણાવ્યા છે. જે આને છોડીશું તે અહીંયા જ કંઈક ઉત્પાત કરશે અને આપણને ધર્મદેશના સાંભળવામાં વિદ્ધ થશે. બંધાએલે છે એજ હાલમાં સારે છે. જેમ છે તેમ જ પડે રહેવા દો. આવા કુર આત્મા દયાપાત્ર પણ નથી રહેતા. એમની દયા કરવા જતાં બીજાને આપત્તિના ભંગ થવું પડતું હોય છે.
અરિદમન રાજાને બીજી શંકા થઈ અને ગુરૂ ભગવંતને પૂછ્યું.