________________
૩૮૬
ઉપમિતિ કથા સારોદ્ધાર હતું, પણ હવે તે રહેવાની જરૂરત રહી નથી. નંદિવર્ધન સાથેની મારે ઘણા વખતથી મંત્રી તજવાની હતી. એ અગ્ય બની ગયું હતું પણ એ વખતે ભવિતવ્યતાની શરમ હતી. આ પ્રસંગે જઈશ તે ભવિતવ્યતા કાંઈ પણ કહેશે નહિ. આ વિચાર કરી પુણ્યદય પલાયન થઈ ગયે. | મારા હાથમાં વિદ્યુત જેવી ચળકતી અને તિકણધાર વાળી તલવાર જેઈને લોકોએ હાહારવ મચાવી મૂક્યો. કૂદીને અરિદમનના મંત્રી સ્કુટવચન પાસે જઈ પહોંચે અને એકજ ઝાટકે એને મસ્તકને વધેરી નાખ્યું. જાણે કાલિકા દેવી આગળ બેંબેં કરતા બકરાને એક ઝટકે ન વધેર્યું હોય?
ખન ઉપર ખૂન
અરે પુત્ર! આ તે શું અકાર્ય કર્યું? અરે વત્સ ! તે શું અઘટિત કર્યું? એમ બેલતા મારા પિતાજી એકદમ દેડતા મારા તરફ આવ્યા.
હું સર્વથા અવિવેકી બની ગયે. પાપને ભય કે લેક નિદાને ભય પણ ન રહ્યો. પિતાને ઉપકાર અને સબંધ વિસરી ગયે. એમના વાત્સલ્ય અને લાગણીને ભૂલી ગયે. મારા પાલનહાર અને જીવનદાતા તરીકેના મુખ્ય ઉપકારને મેં મૃતિમાં ન રાખ્યા. મારા પૂજ્ય પિતાજી એ વખતે દુશ્મન જણાયા. મારો પક્ષ ન કર્યો તેથી ફુટવચનની જેમ તલવારના એક ઝટકાથી પિતાજીનું મસ્તક પણ ધડથી જુદું કરી નાખ્યું.