________________
વિધિની વક્રતા
૩૯૭
અને સ્વષ્ટિ ભેાજન કરાવ્યું. શ્રી વિભાકર મહારાજાએ જ સ્નેહપૂર્વક પેાતાના જ હસ્તથી તાંબૂલ ખાવા માટે આપ્યું.
અમે સૌ આરામગૃહમાં ગયા અને ત્યાં વિરામ આસન ઉપર આરામ લેવા બેઠાં એ વખતે મતિશેખર મંત્રીએ મને પૂછ્યું.
કુમારશ્રી ! શુભનામધેય મહારાજાધિરાજ શ્રી પ્રભાકર નરેશ્વર સ્વર્ગગામી થયા એ વાત આપશ્રીએ જાણી હશે?
મંત્રીશ્વરે મહારાજા પ્રભાકરના સ્વગમનની વાત કરી પણ એ વખતે હું “પ્રભાકરના પુત્ર વિભાકરને કેમ મારી નાખવા” એ ચિંતામાં મનથી કાએલા હતા. મારૂ મન મંત્રીની વાત તરફ ધ્યાન આપતું ન હતું, છતાં મેં માથુ હલાવી એ વાતને સંમતિ આપી. મહારાજાના સ્વર્ગગમનના સમાચારે મને મળ્યા છે, એ દેખાડવાના મે’ ડોળ કર્યા.
પિતાજીના મૃત્યુ સંબંધી વાતથી વિભાકરના નયનામાંથી આંસુ સરી પડયાં. રડતાં ચહેરે મને જણાવ્યુ, હું બન્ધુ ! પિતાજી પલેાકવાસી થયા છે, એટલે પિતાજીનું સ્થાન આપે લેવું જોઈએ. આ અમે, અમારૂં રાજ્ય, અમારૂં નગર આ બધુ આપને આધીન કરીએ છીએ. આપ અમારા અને રાજયના સ્વામી થાએ, અમે આપના સેવક થઈને કાય કરીશુ. આપની ઈચ્છા મુજબ અપ રહેા.
મારામાં હિંસા અને વૈશ્વાનરના પ્રભાવ જોર શેારથી