________________
૩૯૮
મિતિ કથા સારાદ્ધાર
ચાલુ જ હતા વિભાકરની વિનમ્ર વિનતિ પ્રતિ મે ધ્યાન ન આપ્યું. મેં મૌન ચાલુ રાખ્યું. કશા ઉત્તર ન આપ્યો. આભાર પ્રદર્શક એ બેાલ પણ ન કહ્યા.
નિપતિ શ્રી સૂર્ય અસ્તાચલ ભણી વિદાય લીધી રાત્રીના પ્રારંભમાં રાજ્યસભા ભરવામાં આવી. રાયકીય કાર્યાંની પરિસમાપ્તિ પછી સભા વિસન કરવામાં આવી.
શયન ખંડમાં જવાના સમય થયે, મારા સ્નેહના ખાતર વિભાકરે એ રાત્રે વહાલી પત્નીઓને પેાતાના શયનખંડમાં આવવા ના કહી. પ્રેમ અને વિશ્વાસને લીધે પોતાના જ પલંગમાં મને સુવાડયા. અમે બંને એકજ શય્યામાં પાયાં.
હે સુલેાચને ! શય્યામાં પેાઢયા પછી હિંસા અને વૈશ્વાનરે મને ઉત્તેજિત કર્યાં. “ અરે ! આ વિભાકરે તને કહ્યું હતુ કે માત, તાત, આદિની જે હત્યા કરી તે કાર્ય ઘણું કર ગણાય. તને શૈાભે નહિ. આવી હિતશિક્ષા આપવા ડાહ્યો થયા હતા. ચેત ! ચેત ! એ તારા દુશ્મન છે. અત્યારે સુદર અવસર મળ્યેા છે. તક ઝડપી લઈ લાભ લે. વિભાકર આરામથી નિદ્રાધીન બન્યા છે. પાસે નગ્ન તલવાર પડી છે. ભાથા ! કાયરતા ખ'ખેર ! સાવધાન ! લે તલવાર હાથમાં! તારા દુશ્મનનું મસ્તક એક ઝાટકે વધેરી નાખ !
,,
હું શય્યામાંથી નીચે ઉતરી પડયા. તલવાર હાથમાં લીધી. સ્નેહમૂતિ અને મારામાં વિશ્વાસ રાખનાર વિભાકરની