________________
૩૯૬
ઉપમિતિ કથા સારોદ્ધાર
શત્રુ છે.” મેં જે સારું કાર્ય કર્યું છે તેને તે નઠારૂં જણાવે છે. મારા કાર્યની પ્રશંસા કરવી દૂર રહી, મને ધન્યવાદ આપવા દૂર રહ્યા અને ઉપરથી હિતશિક્ષા આપવા બેસી ગયે.
અવસર આવવા દો, આને પણ પૂરે કરે જ જોઈશે. હાલમાં મારી પાસે સમય નથી અને મારવા માટેના શ પણ નથી. સમય મળે જરૂર બેધપાઠ આપીશ જ, ખેર.
આવા વિચારેથી મારા મુખ ઉપર કાળીમા છવાઈ ગઈ. વિભાકરે આ જોઈ વિચાર્યું કે, મેં નંદિવર્ધનને સત્ય વસ્તુ જણાવી તેથી એના હદયમાં દુઃખ થયું છે. હું જે કહું છું તે એને અરૂચિકર જણાય છે. મારે શા માટે એને અપ્રિય જણાવવુ? એવું કહેવાથી મને પણ શે લાભ ? આવા વિચારથી વિભાકરે વાત ફેરવી નાખી.
મંત્રીશ્વરેને કહ્યું. “આ કેદી તરીકે આવેલા મહાનુભાવ ચેર નથી પણ શ્રી પદ્મમહારાજા અને શ્રી નંદાદેવીના સુપુત્ર નંદીવર્ધન કુમાર છે. મારા પ્રિય મિત્ર છે. જીવન, શરીર, સ્વજન અને સંપત્તિથી અધિક વહાલાં છે. મારા ઉપકારી છે. ભાગ્યની અમીનજરથી એમનું મીલન થયું છે. પ્રિયમીલન નિમિત્તે આજે આનંદોત્સવ કરાવે.”
મંત્રીશ્વરેએ એ રીતે જ આજ્ઞાનું પ્રપાલન પણ કર્યું.
મને શુદ્ધોદક અને ઉચ્છેદકથી સ્નાન કરવામાં આવ્યું. મારો શારીરીક શ્રમ દૂર થઈ ગયે. શરીરમાં રૃતિ અને કાંતિ આવી. સુંદર વસ્ત્રાલંકારો આપ્યા. પુષ્ટિકારક અને