________________
૩૦૪
ઉપમિતિ કથા સારે દ્વાર
એક કુટલા ઠીકરામાં જેવું તેવું મને ખાવા આપ્યું. રાજમહેલના સુંદર ભેજન યાદ આવ્યા. આ ખાવા માટે મન માને નહિ, પણ સુધા એવી સખત લાગેલી કે એ નફરત ભર્યું ભેજન મારે કમને ખાવું પડ્યું. મારું પેટ પાતાળે પહોંચેલું એટલે ખાધા સિવાય ચાલે તેમ હતું જ નહી.
પ્રતિદિન આ ભજન મને ભીલ આપતું અને કચવાતે મને હું ખાતે. જીવતાં છતાં મરેલા જેવી મારી દશા હતી. તુછ ભેજન પણ પેટ ભરીને ન મળતું. મારા શરીરમાં માંસ, લેહી જણાતાં જ ન હતાં. હાડપિંજર ઉપર ચામડું મઢ્યું હોય એવો મારે દેખાવ બની ગયે. કનકપુરમાં બંદી થઈને જતાં વિભાકરનું એાળખવું:
મહા પાપી દુષ્ટાત્મા આ ચેર લેકેની પલ્લી ઉપર કનકપુરના મહારાજાના લશ્કરે છાપો માર્યો. ચેરેને આ વાતની જાણ થતાં પલ્લી છડી જંગલ તરફ નાસી ગયા. રાજાની આજ્ઞાથી લશ્કરે પલ્લીને લુંટવી ચાલુ કરી. એમાં જેટલા માણસો હતા એને પકડવામાં આવ્યા. મારે વારે પણ આવી ગયે. અમને સૌને પકડી કનકપુર લઈ જવામાં આવ્યા.
મહારાજા શ્રી વિભાકર કેદ થયેલા દરેક શેરોને જોવા લાગ્યા. એમાં મને પણ જે. મને જોતાં જ વિચારમાં પડી ગયા. અરે ! આ શું આશ્ચર્ય ? આ તે દાવાનળથી દાઝી ગયેલા વૃક્ષના ઠુંઠા જે શ્યામ કેદી નંદીવર્ધન કુમાર જે જણાય છે.