________________
વિધિની વક્તા
ધનુષ લઈને મને ધબાધબ ઝીકવા જ મંડયા. મને પકડે અને મારા હાથ પાછળ કરી મયૂરબંધથી મને સજ્જડ બાંધે. હું ઘણી ગાળો દેતે હતે પણ કોઈ સાંભળવા જ તૈયાર ન હતું. જુનું, મેલું, ફાટેલું કપડું મને ઓઢાડવામાં આવ્યું. બળદીયાને પરાણુના ધંચા મારીને હાંકવામાં આવે તેમ મને પણ ગડદા, પાટુ, હૂંસા મારતા ધકેલવા માંડયા. વચ્ચે માર પણ ના પડત.
કનકપુરની નજીકમાં આવેલી “ભીમનિકેતન” નામની પિતાની પલ્લીમાં લઈ ગયા. એમના સ્વામી “રણવીરને સેંપી દેવામાં આવ્યું.
પલ્લીપતિ રણવીરે આજ્ઞા કરી. અરે! આ માણસને લઈ જાઓ, એને સારી રીતે ખવરાવી પીવરાવી તાજે માતે કરે. તાજા માતે થયે હશે તે વેચવામાં આપણને સારું મૂલ્ય ઉપજશે.
પલ્લીપતિ રણવીરની આજ્ઞાથી એક શામળ બિહામણે ભીલ મને પિતાના ઝુંપડે લઈ ગયે. મારા બંધને ભલે છોડી નાખ્યા. મેં ભીલ ઉપર ગાળેને વરસાદ વરસાવ ચાલુ કર્યો. ગાળે સાંભળી ભીલ ક્રોધે ભરણે અને લાકડી લઈ મને ખૂબ જ ઝુડે.
ભીલના મનમાં થયું કે માલીકે મને સંયે ન હેત તે આને આજે જ પૂરું કરી નાખત. પણ માલીકની આજ્ઞા નથી એટલે લાચાર છું.