________________
૪૦%
વિધિની વક્રતા ... અંબરીષ જાતના ચેરેને ત્યાં થએલી મારી દશા - જે સીમાડે મને મૂકવામાં આવ્યું તે અતિ ભયંકર હતા. ત્યાંથી અંબરીષ એની પલ્લી ઘણી નજીકમાં હતી. અંબરીષ રે મારી સમીપમાં આવ્યા.
મારે એક હાથ ઉગામેલે અને એમાં કટારી, આંખના ડોળા કાઢેલા, ભવાં ઉપર ચડેલા, કપાળમાં ક્રોધથી કરચલીયે. પડેલી, એવી આકૃતિમાં પત્થરમૂર્તિ જે જડ થઈ ગએલ. - વીરસેન વગેરે ચરેએ મને તરત ઓળખી લીધે.. એમની સાથે મારે પહેલાં યુદ્ધ થએલું એમાં હું વિજયી બને. તેથી મને પિતાના સ્વામી તરીકે સ્વીકારેલે. એટલે તરત જ મારા ચરણમાં મૂકી પડ્યાં. ' હે સ્વામિન! આપ આવી પરિસ્થિતિમાં શાથી આવી પડયા ? શું બન્યું ? એમ મને વારંવાર પૂછ્યું. પણ હું ઉત્તર આપવા સર્વથા અસમર્થ હતો કારણ કે દેવતાના પ્રભાવથી હું નિર્જીવ મૂતિ તુલ્ય બની ગયું હતું. મારી જીભ પણ ચાલતી ન હતી.
મને મુંગે જોઈ ચોરેને ઘણું આશ્ચર્ય થયું. બેસાડવા. માટે સુંદર આસન લાવ્યા પણ હું બેસી શકવા સમર્થ ન થઈ શક્યું. દેવતાએ બરાબર સજ્જડ કરી મૂક હતે. | મારી આવી અવદશા જોઈ એ લેકે દીન જેવા બની ગયા. એમના મુખે પણ દયામણું બાળક જેવા થઈ ગયા. આ જોઈ દેવતાને એ લોકો ઉપર કરુણું આવી અને મને છૂટો કર્યો. મારા અંગોપાંગ હાલવા ચાલવા લાગ્યા. એ જોઈ અંબરીને ઘણે હર્ષ થયે. આસન ઉપર પ્રેમપૂર્વક બેસાડ.