________________
વિધિની વક્રતા
૩૮૯
અને શરીર પણ લેહીથી ખરડાએલું એટલે હું સાક્ષાત મહાક્રર વેતાલ રાક્ષસ જે દેખાવમાં બની ગયે. મારો આ દેખાવ જોઈ છેકરાએ ખીખી કરી હસવા લાગ્યા. નંદિ નાગે, નંદિ નાગે” એમ કહી મશ્કરી કરવા લાગ્યા. કઠેર હૃદયવાળે હું તલવાર લઈ છોકરાઓને મારવા દોડે. એટલે મંત્રીઓ, સામતે, સ્વજને અને બીજા મને પકડવા તેમજ તલવાર છીનવી લેવા એક સાથે મારા ઉપર ઘસી આવ્યા.
મારા પરાક્રમથી યમરાજની જેમ સૌને હણને હણ કેટલીક જમીન હું ઓળંગી ગયે. જંગલી હાથીને થકવી થકવીને આધીન કરવામાં આવે તેમ મને થકવી થકવીને આખરે પકડી લીધું. મારી તલવાર પડાવી લેવામાં આવી.
હું તદ્દન અશકત બની ગયે. પછી મજબુત દોરડાઓથી બાંધવામાં આવ્યું. ઘણું કઠોર, અપમાન ભય અને તિરસ્કાર ભર્યા શબ્દોની મારા ઉપર ઝડીઓ વરસવા લાગી. હું રડવા લાગે. પણ મારી દયા કોઈ ચિતવતું ન હતું. ભૂત વળગેલા માણસની જેમ બળજબરીથી મને કેદખાનામાં ઠેસી દેવામાં આવ્યું.
કેદખાનાની સાંકડી ઓરડીમાં મને સ્થાન આપ્યું. હું આરામથી બેસી શકું એટલી પણ જગ્યા ન હતી. હાથપગ સત બાંધેલા એટલે એ પણ પહેલા લાંબા થઈ શક્તા ન હતા. ગૂંગળાતે ત્યાં જ બેસી રહ્યો.