________________
૩૮૮
ઉપમિતિ કથા સારદ્વાર કરી રહ્યા છે? એમ બેલતી બોલતી ત્યાં આવી. ' અરેઆ પણ મારા શત્રુઓ સાથે મળી ગઈ છે? મને આ રીતે તર્જના કરે છે અને મારી સામે બેલે છે? અરે ! મારું હૃદય પણ મારૂં શત્રુ બની ગયું જણાય છે. આ કનકમંજરીને શત્રુ ઉપરના પ્રેમને હમણાંજ ઓગાળી નાખું. ખબર પડે કે શત્રુ સાથે દસ્તી રાખવાથી શું ફળ મળે છે. આવા વિચારોથી એના ઉપરને મારે સ્નેહ સર્વથા ઉતરી ગયે. હૃદયમાં વાત્સલ્યનું નામ નિશાન ન રહ્યું.
હિંસા દેવી અને વૈશ્વાનર મારામાં ખૂબ જોર કરી રહ્યાં હતાં. હજુ સુધી મને મારા ક્રૂર આચરણ બદલ ભાન થતું ન હતું. મારામાં ક્રૂરતાએ વધારે જોર પકડ્યું. યમરાજા કરતાં પણ વધુ ભયંકર બની ગયે. તલવાર ઉગામી અને કેળના કોમળ ઝાડ જેવી, દયામણું પ્રિયા કનકમંજરીને ત્યાં જ ચીરીને બે ફાડ કરી નાખી.
છોકરાઓની મશ્કરી અને એક માસની મને કેદ
આ ધમપછાડામાં મારું પહેલું બેતિયું નીકળી ગયું અને મારામારીમાં વચ્ચે પવન જેરથી ફૂંકાણે એટલે ઉપલા વસ્ત્ર ખેસ વિગેરે પણ પડી ગએલા. હું તદ્દન નગ્ન અવસ્થામાં આવી ગયે. માએ જણ્યા જેવી મારી દશા થઈ.
એક તે હું નગ્ન થયે, મારા માથાના વાળ વિખરાઈને ભૂંડા ભૂત જેવા બની ગયા, હાથમાં લેહી નીતરતી તલવાર