________________
વિજય પતાકા
૩૮૧
રાજા–પુત્રની ખાખતમાં પણ ઉપેક્ષા કરવી ચેાગ્ય છે? ચિંતા થાય એ તે સ્વાભાવિક છે. એના સુધારના પ્રયત્ન કરવા જોઈએ. બેદરકારી દાખવી કેમ પાલવે ?
જિનમતજ્ઞ—પણ આવી વાતમાં અમારા કે તમારાથી શું થઈ શકે તેમ છે? જો કુમારને બહારના કોઈ ઉપદ્રવ હાત અને એ વિષયમાં તમે ઉપેક્ષા કરી હાત તા અયેાગ્ય ગણાત. પણ આ કાંઈ બહારના ઉપદ્રવની વાત નથી. આમાં તમારા જરા પણ દોષ નથી. આ અંતરંગ દોષ છે. આમાં અમારૂ' કે તમારૂં કાંઇ પણ ચાલે તેમ નથી. એટલે ઉપેક્ષા અને મૌન સિવાય બીજો કોઈ ઉપાય આપણા હાથમાં નથી.
રાજા- “ જેવી આપની આજ્ઞા”.
ત્યાર પછી રાજાએ ચૈાગ્ય સન્માન કરી શ્રીજિનમતાને વિદાય આપી.