________________
૩૮૦
ઉપમિતિ કથા સારદ્વાર આપશે ત્યારે?
રાજા–શ્રી શુભ પરિણામ રાજા પિતાની સુકન્યા કયારે નંદિવર્ધન કુમારને અપાશે ?
જિનમતશ–નંદિવર્ધન સારી ચાલચલગતને થશે ત્યારે,
રાજા-નંદિવર્ધન કુમાર સારી ચાલચલગત વાળે કયારે બનશે ?
જિનમતજ્ઞ–આ પ્રશ્નને ઉત્તર આપણે પહેલાં મળેલા એ વખતે જ આપને જણાવી દીધો હતો.
શ્રી શુભ પરિણામ રાજાના પણ ઉપરી શ્રી કર્મપરિણામ મહારાજા છે.
એજ શુભ પરિણામ રાજાને દબાણ કરી શકે. બીજા કોઈનું પણ ત્યાં ચાલી શકે નહિ. તેથી કર્મ પરિણામ મહારાજા જ્યારે નંદિવર્ધનકુમાર ઉપર સુપ્રસન્ન થશે, પછી એ પિતાના બધાં કુટુંબી સગા-સંબંધીને બોલાવી સૌની સલાહ સૂચના લેશે. એમાં જ્યારે પિતાને ઉચિત જણાશે તે શુભ પરિણામ રાજાને આદેશ આપશે, કે હવે નંદિવર્ધનને દયા” આપ. પછી જ શુભ પરિણામ રાજા “દયા કન્યા આપશે.
હું જ્યોતિષ શાસ્ત્રના ગણિત અને ફલાદેશ વિભાગના આધારે આપને પૂર્ણ ખાત્રી આપું છું કે અમારી વાત ભવિષ્યમાં અમૂક સમયમર્યાદા વટાવ્યા પછી એ સ્વરૂપે ચેકસ બનશે. એમાં જરાએ શંકા કરવા જેવું નથી.