________________
વિજ્ય પતાકા
૩૭૮ છોડાવવાને એક ઉપાય છે. એ સિવાય બીજો એક પણ ઉપાય ફલીભૂત થવાનું નથી. એ ઉપાય તમને દેખાડું છું. તમે ધ્યાન પૂર્વક સાંભળે.
આપની સન્મુખ પહેલાં “ચિત્તસૌન્દર્ય” નગરનું વર્ણન કરેલું હતું. તેમાં “શુભ પરિણામ” રાજા રાજ્ય કરે છે. એમને “નિષ્પકંપતા” નામના મહારાણી છે. એમના સુપુત્રી “ક્ષાંતિદેવી” છે.
તેમજ આ મહારાજાને સદાચારશીલા અને નિર્મળ હૃદયવાળા ચારૂતા” નામના બીજા મહારાણું છે. એમને ગુણીયલ “દયા” નામે સુપુત્રી છે. એ ગુણીયલ સુપુત્રી વિશ્વના સર્વપ્રાણીઓને આનંદ આપનારી, મુનિ ભગવંતે અને સજ્જન જનેને હૃદયવલ્લભા છે. સારા સારા ગીઓની એ ચાહના પ્રાપ્ત કરતી હોય છે.
આવી સુકન્યા “દયા” નંદિવર્ધનને પ્રેમથી પરણશે ત્યારે “હિંસા” આપમેળે જ ઉચાળા ભરશે. પછી આપને ચિંતા કરવાનું કારણ નહિ રહે. હિંસા અગ્નિસમી દાહક સ્વભાવની છે અને દયા હિમ જેવી શીતળ સ્વભાવની છે. અગ્નિ અને પાણીની જેમ એ બન્નેને પરસ્પર વિરોધ છે. જ્યાં એક હોય ત્યાં બીજાને સ્થાન જ હેતું નથી.
રાજા-હે જિનમતજ્ઞ! દયા નંદિવર્ધન સાથે કયારે લગ્ન કરશે ?
- જિનમતજ્ઞ–દયાના પિતાજી શ્રી શુભ પરિણામ રાજા