________________
પ્રકરણ બારમું
વિધિની વક્તા યુવરાજ પદની તૈયારી અને રંગમાં ભંગ જિનમતજ્ઞને ચાલ્યા ગયાને ઘણા દિવસે થઈ ગયા. પિતાજીને વિચાર આવ્યું કે નંદિવર્ધનને યુવરાજપદે સ્થાપીએ. એટલે એમણે મંત્રી મંડલ ભેગું કર્યું અને સૌની સલાહ-સૂચન લઈ શુભદિવસે મને યુવરાજપદે સ્થાપવાનો નિર્ણય કર્યો.
ઉત્સવની તડામાર તૈયારી થવા લાગી. સારા સારા અધિકારીઓને આમંત્રણે અપાયા, વિધિવિધાન માટે રાજ્યના વડા પુરહિત એમના સાથીદારો સાથે આવી પહોંચ્યા. દૂર દૂરથી પ્રેક્ષકોની સંખ્યા પણ વિપુલ પ્રમાણમાં આવી ગઈ
યુવરાજ પદની સ્થાપનાને મંગલ દિવસ આવી પહોચે. રાજ્યસભામાં રાજ્ય સિંહાસન ઉપર મહારાજાશ્રી આરૂઢ થયા. અન્ત:પુર, મહા મંત્રીઓ, ઉમરા, સામતે, સેનાધિપતિ, અગ્રગણ્ય નાગરીકે, સત્તાધિકારી વર્ગ અને સામાન્ય પ્રેક્ષક ગણ પણ આ પ્રસંગ જેવા હાજર થઈ ગયે.