________________
- ૩૭૪
ઉપમિતિ કથા સારદ્વાર ગયા. થોડીવારના યુદ્ધ પછી અમારા રથ તદ્ન નજીક આવી ગયા. અવસર જોઈ મેં મારા રથ ઉપરથી એક છલાંગ મારી અવનરાજાના રથની ઉપર ચડી બેઠો. તરત જ તલવારને એક ઝટકો માર્યો, ત્યાં આ યવનરાજનું મરતક ધડથી જુદું થઈ ધરતી ચાટતું થઈ ગયું.
યવનરાજના મૃત્યુથી યુદ્ધમાં મારે વિજ્ય થયે. દેવતાઓએ અને વિદ્યાધરેએ મારા ઉપર પુષ્પવૃષ્ટિ કરી. મારા પરાક્રમની યશોગાથા કરવા લાગ્યા.
મારા સૈન્યમાં હર્ષ અને વિજયના અવાજે થવા લાગ્યા. મારે “જયકાર કરવા લાગ્યા. દૂમિનરાજાના સૈન્યે મારી આધીનતા સ્વીકારી અને મારી આજ્ઞામાં આવી ગયા. પિતાજીએ સન્માન પૂર્વક કરાવેલ નગરપ્રવેશ
“નંદિવર્ધ કુમારે યુદ્ધમાં વિજ્ય મેળવ્યું છે અને યવનરાજને પરાજ્ય આપે છે” આ સમાચાર પિતાજીને મલ્યા ત્યારે એમના હર્ષને પાર ન રહ્યો. પિતાજીને પરિવાર અંતઃપુરની રાણી, મંત્રીઓ, સામંતે, નગરના મહાનાગરિક વિગેરેને સાથે લઈ નગર બહાર હર્ષ પૂર્વક મારી સામે આવ્યા.
પિતાજીને જોતાં જ હું મારા રથથી નીચે ઉતરી ગયે અને પૂજ્ય પિતાજીના ચરણ કમળમાં નમી પડે. પિતાજીએ મને વહાલથી ઉભું કરી ભેટી પડયા. મારા મસ્તક ઉપર ચુંબન કર્યું.