________________
૩૭૨
ઉપમિતિ કથા સાદ્ધાર વર્ધન કુમારનેજ જણાવવાની છે. કારણ કે મહારાજાશ્રીને કુમારશ્રી ઉપર ઘણે પ્રેમ છે એટલે કદાચ આવું જોખમી સાહસ કરવાની ના પાડે. મેહથી લડાઈમાં ન આવવા જણાવે તે? માટે આપણે જ કુમારશ્રીનેજ કહેવરાવી દેવું. પછી કુમારશ્રીને યંગ્ય લાગશે તેમ કરશે.
( આ પ્રમાણે સર્વસંમતિથી એક નિર્ણય થયા પછી મને આપશ્રી પાસે આ સમાચાર આપી કહ્યું છે. હવે આપને જે યેગ્ય લાગે તે આપશ્રી ફરમાવે, પણ આ વાત મહારાજાશ્રીથી ગુપ્ત રાખવા વિનંતિ છે.
આ વાત સાંભળતાં જ હિંસા અને વૈશ્વાનર આનંદથી તાળીઓ પાડી કુદવા લાગ્યા. અરે! યુદ્ધ તે આપણા માટે એક આનંદને ઉત્સવ છે. આ વાત ઘણીજ આવકાર દાયક છે, સહર્ષ વધાવી લેવા જેવી છે.
તે તરત જ મેં મારા સૈન્યને પ્રયાણ તૈયારી કરવાની આજ્ઞા કરી, ચતુરંગી સૈન્ય થડા સમયમાં જ તૈયાર થઈ ગયું. શ્રી કનકચૂડ રાજા અને યુવરાજ કનકશેખરને કહ્યા સિવાય જ હું મારા સૈન્યની સાથે સ્થળ પ્રતિ રવાના થયે. તે વખતે પત્ની કનકમંજરી પણ સાથે હતી. એની મોટી બહેન મણિમંજરી પણ કનકમંજરીને પ્રેમના લીધે સાથેજ આવી.
માર્ગમાં હું બૈશ્વાનર અને હિંસાદેવી સાથે જુદી જુદી વિચારણાઓ, વાર્તાઓ અને વિનેદ કરતે હતે. એ રીતે