________________
૨૫૯
આચાર્યશ્રી પ્રધાન તિજી પ્રદ શેખર મંદિરમાં
કુતુહલવૃત્તિથી રમતા રમતા ત્રણે ભાઈઓ “ નિજ વિલસિત ઉદ્યાનમાં આવી ગયા. “ પ્રદશેખર” નામનું જિન મંદિર એમના જોવામાં આવ્યું. ' - જિનેન્દ્ર પરમાત્માની ઘણાં ભાવિકે સ્તુતિ કરતાં હતાં. ઘણું મધુર સ્વરે સ્તવન બોલતા હતા. સ્તુતિ અને સ્તવનના મધુર સ્વરે સાંભળી કુતુહલ વૃત્તિવાળા ત્રણેએ મંદિરમાં પ્રવેશ કર્યો.
મંદિરના ગર્ભગૃહમાં પરમાત્મા શ્રી રાષભદેવની પ્રતિમા વિરાજમાન હતી. બીજી દિશામાં મુનીશ્વર શ્રી પ્રબોધન રતિ નામના આચાર્ય ભગવંત શ્રીસંઘ સાથે વિરાજમાન હતા.
મનીષીને આત્મા લઘુકમ હતો. એના હૃદયમાં સહજ રીતે વિવેકની જાગૃતિ થઈ. પરમાત્મા શ્રી કષભદેવની મૂર્તિ નિહાળતાં એનું મસ્તક ઝૂકી ગયું. એગ્ય સ્તુતિ કરી, શ્રી પ્રબોધન રતિ આચાર્ય ભગવંત અને અન્ય સાધુ ભગ વતને વંદના કરી.
મોટાભાઈ મનીષીએ જેમ કર્યું, તેનું અનુકરણ મધ્યમ, બુદ્ધિએ સરળતાથી કર્યું. | મુનીશ્વરે આ બન્નેને ધર્મલાભને આશીર્વાદ આપે. અને નિખાલસતા પૂર્વક બેલાવ્યા. બંને જણાને આથી આનંદ થયે અને પિતાને ગ્ય જગ્યા જોઈ ત્યાં બેસી ગયા,