________________
૩૪૦
ઉપમિતિ કથા સારાદ્વાર
થઈ ગયા હતા. ઘણા સમય રહેવાના કારણે દુષ્ટાલિસંધિ રાજા અને અવિવેકતાના પતિ દ્વેષગજેન્દ્ર એ એ પરસ્પર નિકટના સ્વજન-સંબંધી થતા હતા. એ કારણથી દુષ્ટાભિસંધિ અવિવેકતાને પેાતાના સ્વામિની તુલ્ય માન્ય રાખતા અને પેાતે એના સેવક તરીકે રહેતા.
જ્યારે હું મનુજગતિમાં આવ્યા અને એ વાતની અવિવેકતાને જાણ થઈ એટલે એ પણ રૌદ્રચિત્ત નગર તજીને મનુજગતિ નગરીમાં આવી. કારણકે એને મારા ઉપર ઘણા જ રાગ હતા. મારા ખાતર જ એ અહી આવેલી હતી. અને મારી બાજુમાં રહી હતી.
જે દિવસે પદ્મરાજાના ત્યાં નંદાદેવીની કુક્ષીથી મારે જન્મ થએલેા તેજ દિવસે અવિવેકતાએ વૈશ્વાનરને જન્મ આપેલા.
જ્યારે વૈશ્વાનર સમજણા થયા ત્યારે અવિવેકતાએ પેાતાના સગા સંબંધીઓના પરિચય કરાવી એ સબંધી જ્ઞાન આપેલું. આ વૈશ્વાનર નાનપણથી જ મારી સાથે રહેતા આવ્યા છે.
કુશાવતા નગરભણી અમે પ્રયાણ આદરેલું અને અધ માગ થયા હશે. ત્યાં વૈશ્વાનરને વિચાર આન્યા કે શ્રી નદિવન કુમારને રૌદ્રચિત્ત નગરે લઈ જાઉં અને ત્યાં જઈ ૧. દિન, સંસારીજીવ નદિવર્ધનના ભવની પેાતાની વાત રજુ કરી રહ્યો છે.