________________
યુદ્ધમાં વિજય અને વિવાહ ન હોત.
તેથી જે આ મારા પ્રિય સાથીદારની પ્રશંસા કરશે તેજ મારા મિત્ર અને સનેહીઓ ગણાશે, બીજા બધાને વિધી અને દુશ્મન ગણવાના રહેશે. આ જાતની વિચારણા દ્વારા મારામાં વડાં ખાધાં વિને ઉત્તેજના અને ક્રોધ થવા લાગ્યા હું પોતેજ સાક્ષાત વૈશ્વાનરના રૂપને ધારણ કરવા લાગે. ઉત્તેજના કે ક્રોધ લાવવા માટે વડાં ખાવાની જરૂરત ન રહી.
મારો સ્વભાવ ક્રાધી અને ચીડી બની જવાના કારણે નિરપરાધી અને શાંત મારા પરિવાર ઉપર હું ક્રોધ કરવા લાગ્યું. મારા સ્વભાવમાંથી નમ્રતા અને મધુરતાએ વિદાય લીધી હતી. માત્ર હલાહલ કડવાશ ભરી રહેણી કહેણું બની ગઈ નેકર ચાકર પરિવાર ઉપર રોષ, તાડના, તિર્જન કરવાનું પણ બાકી રાખતું ન હતું.
મારામાં હિંસા અતિ આસકત બની હતી, એ વારંવાર આલિંગન કરતી. એ આલિંગનના પરિણામે પુરૂષને નિંદનીય એવું શિકારનું વ્યસન મારામાં દાખલ થઈ ગયું. શિકારને એ શેખ લાગે કે રેજને કાર્યક્રમ થઈ પડે.
મારામાં શિકારને અને ક્રોધને દગુણ મોટા પ્રમાણમાં છે એ વાતને ખ્યાલ કનકશેખરને આવી ગયે. એના હૃદયમાં ઘણું દુઃખ થયું. અરે ! આ નંદિવર્ધનનું આચરણ કુળમાં દૂષણ લગાડનારૂં છે. કુલકીતિને ઝાંખી પાડશે. વગર વિચારેલું