________________
યુદ્ધમાં વિજય અને વિવા
૩૬૭
કુમારને પણ કુસંસગ દોષિત મનાવે છે. જો કુમારને કુમિત્રાના કુર્સીંગ ન હેાય તેા ઘણુંજ ઉત્તમ ગણાય.
મહારાજા શ્રી-અરે! નંદિવર્ધન કુમારને કુમિત્રોને સસ કેમ સંભવે ? એ તેા ન માન્યામાં આવે તેવી વાત છે.
કનકરશેખર-હે તાતપાદ ! નવિન કુમારને વૈશ્વાનર સાથે મિત્રતા છે અને હિંસાને પેાતાની પ્રિય પત્ની તરીકે સ્વીકાર્યાં છે. વૈશ્વાનર મહાદુષ્ટ વ્યક્તિ છે અને હિંસા એ અધમકોટીની સ્ત્રી છે
હે પિતાજી! કાશના ફુલે। તદ્ન નકામા ગણાય છે, તેમ કુમિત્ર અને કુભાર્યાંના સંસર્ગથી કુમારશ્રી નવિનના ગુણા સર્વથા નકામા જેવા ગણાય છે. એના ખધા ગુણા કુમિત્ર અને કુભાર્યાંના પ્રતાપે ઢંકાઈ જાય છે.
મહારાજાએ જણાવ્યું કે જો એમ જ હાય તા દુષ્ટમિત્ર અને અધમ પત્નીના ત્યાગ કરવા જોઈએ. એજ પરમ કલ્યાણના શ્રેયસ્કર માર્ગ છે.
જીવનમાં મિત્ર મનાવવાં હાય તા એવા મિત્ર બનાવવાં કે જે આપણને પાપમાગે જતાં અટકાવે, પત્ની પણ એવી અનાવવી કે આત્માને આ ભવ અને પરભવ સુધારે. જે અન્ને ભવ બગાડે એવા મિત્ર અને પત્ની શા કામના ?
મળતા અગ્નિમાં ઘી હામાય અને ભડકો થાય તેમ પિતા પુત્રની હિતશિક્ષા સાંભળીને મારા ક્રોધ અગ્નિ મહા