________________
૩૩૮
ઉપમિતિ કથા સારોદ્ધાર
માટે એ મુખ્ય સ્થળ હતું. અનર્થોની પરંપરા અને આપત્તિઓની ખાણ હતું. આ નગરમાં જાય એને આપત્તિ ન આવે, એ બને જ નહિ.
મારામારી કરવી, ખૂન કરવું, ચોરી, દગો, લૂંટફાટ વિગેરે ગુનાહિત કૃત્યે કરવા એ આ નગરના રહેવાસી માટે ખૂબ સરલ ગણાતું હતું. વાતવાતમાં ઝગડે કરે, અપશબ્દો બોલવા, બેટા કલંક આપવા આ એમને મન રમત જેવું હતું. માટે જ આ નગર નરકના દ્વાર રૂપ ગણાતું હતું.
રૌદ્રચિત્ત નગરમાં “ દુષ્ટાભિસંધિ” રાજા રાજ્ય કરતે હતે. તે અનીતિ કરવામાં ઘણે પાવરધા હતા. સાધુ સંતેને દ્વેષી, ધર્મને વિધિ, દુષ્ટ અને અધમ પુરૂષને આશ્રય તેમજ સહાય કરનારે હતે. સ્વભાવે ક્રૂર અને દેખાવે રૌદ્ર અતિ ભયંકર હતે.
આ રાજાને “નિષ્કરૂણતા નામની રાણી હતી જે પારકા દુઃખમાં કાંઈ સમજતી નહિ. પિતાના પતિમાં અતિ પ્રેમ ધરનારી હતી. દયા ગુણ એનાથી બાર ગાઉ દૂર હતે. પૂતના રાક્ષસી જેવી ડરામણા શરીરવાળી હતી.
દુષ્ટાભિસન્ધિ રાજા અને નિષ્કરૂણતા રાણીને એક પુત્રી હતી. એનું નામ “હિંસા ” હતું. તે અહિંના ૧, રૌદ્રચિત્ત-અતિભયંકર મનવૃત્તિવાળું અંતઃકરણ ૨. દુષ્ટાભિસંધિ-- અશુભ વિચારમાં જેનું મન જોડાએલું રહે છે.