________________
-
પરે
યુદ્ધમાં વિજ્ય અને વિવાહ ગંભીરતા વિગેરે ગુણેથી આકર્ષાઈ જઈ કહે છે.
હે આર્ય ! અહંકારની ઉત્તેજના કરનાર અને અહંભાવને પષણ આપનાર એવા યુદ્ધની વાત જતી કરે. આપણે યુદ્ધ કરવું નથી.
આપે મને માત્ર તલવાર યુદ્ધમાં જિયે છે એમ નથી પણ આપે આપના અલૌકિક ગુણવડે અમારા મનને પણ જિતી લીધું છે. આપનું આચરણ મહાત્મા પુરૂષોને પણ પ્રશંસનીય છે. આપનું ચરિત્ર એક અદ્ભુત આદર્શ રૂપ અને અનુકરણીય છે.
આ પ્રમાણે હૃદયથી પ્રશંસા કરી રહેલા વિભાકરને કનકશેખરે પિતાના વડિલબંધુની જેમ નમ્રતા અને સભ્યતા પૂર્વક પિતાના રથમાં બેસાડે.
વિજયના સન્માન પૂર્વક નગર પ્રવેશ
અમારે વિજય થયું એટલે શ્રી કનગૂડ મહારાજાએ સન્માન યાત્રાની તૈયારી કરી. અમને અને નવોઢા પત્ની એને ગજરાજ ઉપર બેસાડ્યાં. રાજમાર્ગોની અને નગરની શેભા નિહાળતાં અમેએ પ્રવેશ કર્યો. શ્રી કનકચૂડ અને કનકશેખર આનંદમાં આવી ગએલા લોકોની હર્ષભરી નજર તળે થઈ પિતાના મહેલે પધાર્યા.
રાજમાર્ગોમાં મારી પ્રશંશાના પથરાએલા પુની સૌરભ લેતે મારા મહેલે જઈ રહ્યો હતે.
ત્યાં રસ્તામાં નારીના ટોળા વાત કરતાં હતાં કે