________________
૩૫૪
ઉપમિતિ કથા સારોદ્ધા
ધન્ય છે આ કુમારને, જેણે મહાબલવાન અને મદોન્મત્ત એવા સમરસેન અને ડ્રમરાજાને પિતાના બાહુબળથી હરાવ્યા છે. એને શૌર્યને અભિનંદન ઘટે છે. એની નિર્ભયતા, ચકરતા, અને યુદ્ધલાઘવની કુશળતાને ધન્યવાદ છે.
પદ્મરાજાના સુપુત્ર નંદિવર્ધન કુમાર એ કઈ સાધારણ માનવી નથી પણ દૈવી પુરૂષ છે. એ વિના આવું બળ, પરાક્રમ વિગેરે સંભવી શકે નહિ. - આ રત્નવતીને પણ ધન્યવાદ ઘટે છે જેને આવા મહાપરાક્રમી નરરત્નની પ્રિયતમા થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
અમેને પણ ધન્યવાદ ઘટે છે, કારણ કે રત્નાવતીના પ્રિયતમના દર્શન કરવાને અપૂર્વ અવસર પ્રાપ્ત થયે. ' અરે! આ આપણી નગરીને પણ ધન્યવાદ હો કે
જ્યાં આવા વીરનરના પગલા થવા દ્વારા પવિત્ર થવાનું સૌભાગ્ય મળ્યું. આવા નરનું ચરિત્ર જ પવિત્ર હોય છે કે જે આપણને એમની યશગાથા ગાવાની નિર્મળ પ્રેરણા આપી આનંદને અનુભવ કરાવે છે.
નગરનારીઓના મુખચંદ્રથી પ્રીતિજનક મધુરી પ્રશંસા ભરી વાણી સાંભળતે રથમાં બેસી હું દરબાર ગઢની નજીકમાં પહોંચે.
તારા મૈત્રક
સુહ્મલોકેના સ્વામી શ્રી જયવર્મા રાજાની પુત્રી મલય મંજરી હતી. તે શ્રી કનગૂડ મહારાજાની પ્રિયરાણી હતી.