________________
E
૩૬૨
ઉપમિતિ કથા સારોદ્ધાર સંતેષ ખાતર એ ગુણવતી કન્યાને સ્વીકાર કરે અને અમને આનંદ આપે.
આ વાત સાંભળી મને ઘણે આનંદ થયે. જેની પ્રાપ્તિ માટે એક રાત્રી મેં મહા ઝંખનાઓમાં ગાળી છે. વિરહવ્યથાની કારમી વેદના સહન કરી રહ્યો છું, તેજ કનકમંજરી મને સહેજમાં પ્રાપ્ત થઈ રહી છે, પછી બીજું શું જોઈએ? મેં મારી પાસે રહેલા તેતલીના મુખ સામે જોયું. | મનભાવને સમજી જવામાં ચતુર તેતલીએ તરત જણાવ્યું. હે કુમાર! આપે કુશાવર્ત નગરના મહારાજાશ્રીની વાતને સ્વીકાર કરે જોઈએ. આપને એ પિતાની લાડકવાયી સુગ્ય કન્યા આપે છે તે આપે પણ એમની પ્રાર્થનાની સ્વીકૃતિ આપી એમને મને સંતોષ આપવો જોઈએ.
મંત્રીશને જણાવ્યું, હે આર્ય ! તમારા મહારાજા શ્રીની વિનંતિને હું આનંદભેર સ્વીકાર કરું છું. એમની વિનંતિને પાછી ઠેલવા હું અસમર્થ છું.
મંત્રીશ્વર વિમલે કહ્યું, “આપને મહા ઉપકાર” એમ જણાવી એઓ ઉભા થઈ મને નમસ્કાર કરી મહારાજા શ્રી પાસે ગયા. મહારાજા શ્રી કનકચૂડે એજ દિવસની સંધ્યાએ ગરજ મુહૂર્તમાં ઘણાજ આનંદ ઉલ્લાસ પૂર્વક અમારા બન્નેને વિવાહેત્સવ કરાવ્ય અમારા બન્નેને અગ્નિની સાક્ષીએ વિધિપૂર્વક હસ્તમેલાપ કરાવ્યું. કનક મંજરી અને હું લગ્નગ્રંથીથી બંધાયા. - મારા અને કનકમંજરીને મને ભિલાષની સફળતા