________________
૩૫૨
ઉપમિતિ કથા સારોદ્ધાર પટ્ટાબાજી ઘણી સુંદર ચાલી. એક બીજા પિતાને બચાવ પણ ઘણું સારી રીતે કરી જાણતા હતા. ઉભયપક્ષના સૈનિકોને આ જોવામાં રસ પડે. એમાં લાગ જોઈ કનકશેખરે વિભાકરના મર્મ ભાગ ઉપર તલવારને ઘા ઝી અને તરત જ તે જમીન ઉપર ઢળી પડે.
અમારા સૈન્યમાં હર્ષના અવાજે થવા લાગ્યા પણ કનકશેખરે એ બંધ કરાવ્યા કનકશેખર ઘણા જ ઉદાર દિલને ક્ષત્રિય નરવીર હતા.
તલવારના ઘાથી ભૂમીપર મૂછિત થઈને ઢળી પડેલા વિભાકરને કનકશેખર હવા નાખવા લાગ્યું. જલને છંટકાવ કરી એની મૂછ દૂર કરી શાન્ચન આપ્યું.
મૂછ પૂર્ણ ઉતર્યાબાદ કનકશેખરે જણાવ્યું.
હે વિભાકર ! તને ધન્યવાદ છે. આવા ભયંકર અને કટોકટીના યુદ્ધમાં પણ તે પિતાનું ક્ષાત્રતેજ ગુમાવ્યું નથી અને સાત્વિક્તા, હિંમત ભૈર્ય ખેયાં નથી.
હે શ્રેષ્ઠ ક્ષત્રિયવીર! હજુ તું ઉભો થા ! ફરીથી આપણે યુદ્ધ કરીએ. તું એકવખત પડે અને મૂછ આવી ગઈ એટલા માત્રથી તારી હાર થઈ અને હું વિજયી બની ગયે છું, એમ મારું માનવું નથી. ફરી તું રણમેદાને આવી જા. અને તારૂં ગૈારવભર્યું પરાક્રમ દેખાડ.
ઉદારદિલ કનકશેખરના ઉદાર શબ્દો સાંભળી વિભાકરને એના ઉપર સદ્ભાવ જાગે. એની ઉદારતા, શૂરવીરતા, ધીરતા,