________________
૩૫૮
ઉપમિતિ કથા સારદ્વાર
શેભવા લાગે અર્થાત ચંદ્રમાએ પૂર્વ દિશામાં ઉદય પામી પિતાની સ્મા જગત ઉપર પાથરી.
શિખર ઉપર કળશ હોય તે મંદિર શેહામણું લાગે છે. મરતક ઉપર સુવર્ણ છત્ર ધરવામાં આવ્યું હોય તે રાજા શેહામણા લાગે છે. તેમ નિર્મળ આકાશમાં પૂર્ણ કળાએ ખીલેલા શીતકિરણ ચંદ્ર વડે ઉદયાચલ પર્વત શોભવા લાગ્યા.
પરાક્રમશાલી સિંહ પિતાના પંજાઓ દ્વારા મંદોન્મત્ત હાથીઓના ગંડસ્થલને સહેલાઈથી ચીરી નાખે છે, તેમ જગત રૂપ જંગલમાં ચારે બાજુ રખડતા, સ્વેચ્છાચારી અંધકારરૂપ હાથીઓના ટોળાને ચંદ્રમાએ પિતાના ઉજવલ પ્રકાશી કિરણ દ્વારા વેરવિખેર કરી નાખ્યા.
ચંદ્રમાએ પિતાના યશગાનને ગાતા કિરણરૂપ વિણાના તાર દ્વારા વિશ્વને આવરી લીધું. જાણે વિશ્વમાં સર્વત્ર કળીચૂનાની પિતાઈ ન કરી હોય? જાણે ક્ષીર સમુદ્રના દૂધ જેવા ફીણથી વિશ્વ છલછલ ભરાઈ ન ગયું હોય ? જાણે શ્વેત દિગ્ગજોના શ્વેત પ્રકાશથી લેત ન બની ગયું હોય? એવું સહામણું જગત જણાવા લાગ્યું.
કામદેવના બાણનું કામ આપતા રજનપતિ શ્રીચંદ્રના કિરણે મને અને કનકમંજરીને વિરહવ્યથાથી અત્યંત આકુળવ્યાકુળ કરી મૂકતા હતા.
ત્રણ પહોરની નાની જેવી રાત અમારે મન સે પહેર કરતાં મેટી બની ગઈ. ચંદ્રનાવાળી રાત્રીનું