________________
યુદ્ધમાં વિજય અને વિવાહ
૩૪૭
ચારે બાજુ થવા લાગ્યા.
અમારૂં સૈન્ય પણ તે જ વખતે એની પછવાડે પડ્યું. વિભાકર સાથે યુદ્ધ અને એમાં વિજય પતાકા
શત્રુ સૈન્ય રાતદિવસ અવિરત પ્રયાણ કરેલ તેથી તે શ્રમિત બન્યું હતું. અમારા સૈન્યમાં ઘણું સ્કૂતિ હતી એટલે તીવ્ર ગતિએ એમને પીછો પકડે અને થોડી વારમાં જ એ સૈન્યની નજીક અમારું સૈન્ય પહોંચી ગયું. - શત્રુ સૈન્યમાં ભાટ અને ચારણે વિભાકરની યશગાથા અને બીરૂદાવલીઓ ગાઈ રહ્યા હતા. વિભાકરની બીરૂદાવલીઓ સાંભળીને અમારા સૌના મનમાં નિર્ણય છે કે
શ્રી કનફ્યૂડ મહારાજાના ત્રણ અમાત્યાએ શ્રી પરાજાની સભામાં જણાવેલું હતું, કે વિમલાનનાના જન્મ પહેલાં જ એની માતાએ પિતાના ભાઈ પ્રભાકરના પુત્ર વિભાકર વેરે. લગ્ન સંબંધ બાંધવાનું નક્કી કરેલ, તે જ વિભાકર આવી પહોંચ્યું જણાય છે અને નવેઢા વિમલાનના તેમજ રત્નવતીનું અપહરણ કરી પલાયન થઈ રહ્યો છે. આ જાતને નિર્ણય કરી મેં કઠોર શબ્દો કહેવા ચાલુ કર્યા. ' અરે અધમ! લુચા વિભાકર ! પારકી સ્ત્રીના ચાર! બાયલા ! પીઠ બતાવી કાં ભાગ્યે? સામે આવ! તારૂં શૌર્ય બતાવ? નામઈ કેમ કરે છે? તાકાત હોય તે લડી લે ?
કઠોર શબ્દ પ્રહારથી વિભાકર ઉત્તેજિત થઈ ગયે
*