________________
પ્રકરણ દશમું યુદ્ધમાં વિજય અને વિવાહ સંસારી જીવ આ કથા શ્રી સદારામ સમક્ષ અગૃહીતસંકેતાને અનુલક્ષી સંભળાવી રહ્યો છે. એમાં પિતાના નંદિવર્ધન તરીકેના ભવની વાર્તા રજુ કરી રહ્યો છે. તેમાં આગળ ચલાવતાં જણાવે છે. ]
રીચિત્ત નગર મેં અને કનકશેખરે કુશાવર્ત જવા પ્રયાણું આપ્યું. તે વખતે મારા અંતરંગ પ્રદેશમાં પ્રગટ વૈશ્વાનર મિત્ર, હતું. તે વૈશ્વાનરે અને ગુપ્ત મિત્ર પુણ્યદયે પણ મારી સાથે જ પ્રયાણ આદર્યું.
આ પ્રમાણમાં અમે કેટલાક દિવસ ચાલ્યા ત્યાં અધવચ્ચે “રૌદ્રચિત્ત” નામનું નગર આવ્યું. આ નગર નરકમાં જવા માટે દ્વાર સમું હતું. દુષ્ટ લેકેને રહેવા