________________
યુદ્ધમાં વિજય અને વિવાહ
૩૨૮ :
નગરવાસીને વહાલી હતી. નગરની સંપત્તિમાં વધારે કરનારી હતી. રૂપે રંગે બિહામણી છતાં રાજા રાણી અને નગરવાસિઓને વહાલી અને દેખાવડી લાગતી હતી.
તામસચિત્ત” નામનું બીજું એક અંતરંગ નગર છે. ત્યાં મહામહ નરેન્દ્રને પુત્ર શ્રેષગજેન્દ્ર રાજ્ય કરે છે.
આ વાર્તામાં આગળ આવી ગએલું કે વૈશ્વાનરની માતા અવિવેકતા બ્રાહ્મણ છે. એ અવિવેકતા બ્રાહ્મણ દ્વેષગજેન્દ્રની રાણી થાય છે.
જે વખતે અવિવેતા રાણી ગર્ભવતી બનેલી અને વૈશ્વાનર ગર્ભમાં જ હતું ત્યારે કોઈ કારણવશાત “તામસચિત્ત” નગરથી આ “રૌદ્રચિત્ત” નગરે આવેલી હતી.
હે અગૃહીતસંકેતા ! આ “તામસચિત્ત” નગર કેવું છે? “Àષગજેન્દ્રરાજા કેવા છે? એમના રાણી અવિવેક્તા કેવા છે? તામસચિત્ત નગરથી શા માટે ચાલ્યા ગયા? રૌદ્રચિત્ત” નગરે શા માટે આવ્યા? આ બધું આગળ ઉપર જણાવશું.”
હે! વિશાલનેત્રે ! આ બધા સ્વરૂપની મને એ વખતે. જરા પણ ખબર ન હતી, હાલમાં શ્રી સદાગમના પ્રતાપે યથાર્થ ખ્યાલ મને આવી ગયા છે. એટલે હું તમને અરેબર જણાવી શકું છું.
હિંસા સાથે નંદિવર્ધનના લગ્ન અવિવેતાને રૌદ્રચિત્ત નગરમાં આવ્યાને ઘણે સમય