________________
યુદ્ધમાં વિજય અને વિવાહ
૩૪૧
દુષ્ટાભિસંધિ રાજાને સમજાવી એમની પુત્રી હિંસા સાથે
કુમારના લગ્ન કરાવી દૃઉ.
થઈ જાય તેા મારા કાર્યાંમાં લગ્ન થયા
હિંસા સાથે કુમારશ્રીના લગ્ન ધારેલા કાર્યાં પાર પડે. મારા ધારેલા પછી કુમારશ્રી પોતે જ ના નહિ કહે. આ જાતના વિચાર કરીને મને જણાવ્યું. હું નંદિવર્ધન કુમાર ! ચાલેા આપણે રૌદ્રચિત્ત નગરે જઈ એ.
મે' કહ્યું ભલે. પણ આ કનકશેખર કુમાર વિગેરેને પણ આપણે આપણી સાથે લઈ જઈ એ.
વૈશ્વાનર— અંતરંગ પ્રદેશ છે. એકલા તમારે જ મારી સાથે આવવું નકશેખર વિગેરે કાઈનું પણ આમાં કામ નથી. આપણે બે જ જઈશુ.
મને તૈશ્વાનર ઉપર વિશ્વાસ હતા. પ્રેમ પણ ઘણાજ હતા હૃદય અજ્ઞાનથી ઢંકાએલુ હતુ. મિત્ર કેણુ અને શત્રુ કાણુ ? હિતસ્ત્રી કાણુ અને અપકારી કાણુ ? આ સમજવા જેટલી મારી પાસે બુદ્ધિ ન હતી. આવા બધા કારણેાથી હું વૈશ્વાનરનુ વચન અમાન્ય ન કરી શકયા અને એની સાથે રૌદ્રચિત્ત નગરે ગયા.
વૈશ્વાનરે સ્હેજમાં દુષ્ટાભિસ'ધિને સમજાવી દીધે। અને હિંસાકુમારી સાથે મારા લગ્ન પણ તરત કરાવી દીધા. લગ્ન વિધિ પૂર્ણ થયા પછી અમને સન્માનભેર વિદાય આપી. અમે અમારા સૈન્યમાં આવી ભળી ગયા.