________________
૩૩૬
ઉપમિતિ કથા સારદ્વાર તમે સાથે નંદિવર્ધન કુમારને પણ લેતા આવશે. રત્નાવતીના પતિ તરીકે એઓશ્રી સુગ્ય છે.
આ રીતે અમને ત્રણને અહિં મેલ્યા છે.”
હે કુમાર કનકશેખર ! આ પ્રમાણે તારા પિતાજીના મંત્રીશ્વરાએ લંબાણ વિગત અમને કહી સંભળાવી છે. એટલે અમારે પણ કહેવું જોઈએ કે તમે બન્ને કુમારે જલ્દી પિતાજી કનફ્યૂડના પાસે સંતોષ અને આનંદ માટે જાઓ.
આમ કરવાથી અમને તમારે વિરહ થશે. તમારે વિરહ અમારા માટે પણ દુઃખદ છે. તમને મેકલવાં અમારૂં મન માનતુ નથી. પણ જવા માટેના કારણે મહત્વના છે. એને વિચાર કરીને અમારે તમને એકલવા જોઈએ. માટે તમે બન્ને જાઓ.
બને કુમારનું પ્રયાણ પિતાજીની આજ્ઞા સાંભળી અમને હર્ષ થયે. અમે આનંદથી ચતુરંગ મહાસૈન્ય, અમાત્યવર્ગ, સામંતસમુહ અને જનગણ સાથે કુશાવર્ત નગર ભણી પ્રયાણ આદર્યું.