________________
કનક શેખર
૩૩૫
હે રાજન ! આ રીતે શ્રી નંદરાજાની વિમલાનના અને રત્નાવતી એ બન્ને પુત્રી ત્યાંથી અવિરત પ્રયાણ કરતા આજરે જ બહારના ઉદ્યાનમાં આવી પહોંચ્યા છે. એ બને એ આ સંદેશે કહેવા મને આપની પાસે મોકલ્યા છે. હવે જેમ ગ્ય લાગે તેમ કરે.
- શ્રી કનકચૂડ મહારાજાએ આ વાત સાંભળી પ્રધાન મંડળમાંથી શ્રી શૂરસેન પ્રધાનને આજ્ઞા કરીને જણાવ્યું કે આ કન્યાઓને એગ્ય આવાસે રહેવા માટે આપે, અને રાજશાહી સન્માન પૂર્વક એમની દરેક સગવડો સાચવજે. એમની સેવામાં કયાંય ગફલત કે બેદરકારી ન રહેવી જોઈએ.
બીજી બાજુ અમને ત્રણને આજ્ઞા કરી કે તમે ત્રણે શ્રી પદ્મરાજાની રાજધાની જયસ્થળ તરફ તરત રવાના થાઓ. મને ખાત્રી થાય છે કે કુમાર જરૂર ત્યાંજ ગયા હશે.
શ્રી કનકચૂડ મહારાજાને કનકશેખર કુમારના ગુણેથી આકર્ષાઈને આવેલી કન્યાઓ હર્ષનું કારણ બની હતી પણ એકાએક કહ્યા વિના કુમારનું પલાયન થવું અતિકષ્ટ આપતું હતું. કન્યાઓના આગમને એમાં વધારો કર્યો.
કુમારશ્રીના પિતા મહારાજાશ્રીએ અમને છેલ્લે જણાવ્યું કે તમે તરત જ ત્યાં જાઓ અને મહારાજાને અમારી અવરથા અને કન્યાઓના આગમનની વાત જણાવશે. આ વિગત સાંભળી એ કુમારને સમજાવી અહીં મોકલશે.