________________
કનક શેખર
૩૩૩
જાણવામાં આવ્યું નથી. ઘણું વિચાર કર્યા છતાં સમજી શકાયું નથી.
છેવટે અતિનિકટ રહેનાર સ્નેહાળ શ્રી રત્નાવતીએ વિચાર કર્યો કે બંદિજને કુમાર કનક શેખરના ગુણે મધુર કંઠે ગાતા હતા. એ ગુણે મારી બહેન વિમલાનનાએ સાંભળ્યા ત્યારથી બહેનની આ દશા થઈ છે. | મારી બેનનું મન કનખરે ચેર્યું જણાય છે. એથી બહેન અંતઃકરણ વિનાની બની ગઈ છે. એના દિલડાના ચેરની વાત પિતાજીને જણાવી દઉં. ચિરને પકડવા અને એને એગ્ય સજા કરવી એ રાજધર્મ છે. પિતાજી યેગ્ય કરશે, એમ માની રહ્નવતીએ એ વાત પિતાજી આગળ રજુ કરી દીધી.
આ હકિક્ત સાંભળી પિતાજીએ વિચાર કર્યો કે વિમલાનનાની માતા પ્રભાવતીએ પિતાના ભાઈના પુત્ર વિભાકરને વિમલાનનાને આપવાનું નક્કી કર્યું છે, પણ હાલની સ્થિતિ પ્રમાણે હું કાંઈ પ્રયત્ન નહિ કરું તે વિમલાનના થડા સમયમાં જ મૃત્યુને ભેટી પડશે.
આ સ્વયંવરા વિમલાનનાને કનકશેખર પાસે મોકલાવી દઉં. એ એની મેળે કનકશેખર સાથે લગ્ન કરશે. આ માટે વધુ સમય પસાર કર યેગ્ય નથી. ૧. ભાટ ચારણ વિગેરે જાતેના લેકેને બંદી કહેવાય છે.