________________
ર૬૦
ઉપમિતિ કથા સારદ્વાર સ્નેહસરિતા મારા તરફ વકનયનેથી નિહાળી રહી છે. મારા ઉપર એને પ્રેમ જાગે છે. એ વિના વારંવાર મારા તરફ શા માટે જુવે?
ગ્રીષ્મઋતુમાં સાગરના તરંગે વધુ મેટા અને વધુ ભયાવહ બને છે તેમ પાપી બાળના વિચાર સાગરના તરંગે ઘણા અશુભ અને ઘણા ભયાનક થતાં ગયાં. ઉત્કૃષ્ટ પ્રાણીનું સ્વરૂપ
આચાર્ય ભગવંતે દેશના આગળ ચલાવતાં જણાવ્યું, હેરાજન્ ! મેં તમને ઉત્કૃષ્ટતમ પુરૂષનું વર્ણન કહી જણાવ્યું હવે ઉત્કૃષ્ટ પુરૂષ કેને કહેવાય, એ ધ્યાન પૂર્વક સાંભળો.
જ્યારે સ્પર્શનની અભિલાષા થાય, સ્પર્શન સાથે મૈત્રીને પ્રસંગે ઉપસ્થિત થાય, એ વખતે સ્પર્શન સાથે મિત્રતા કરવી કે ન કરવી એ વિચાર જેના હૃદયમાં જાગે, તેમજ સ્પર્શન કોણ છે? એ વિગતની બેધ અને પ્રભાવ દ્વારા મૂળશોધ કરાવે ત્યાર પછી બાહ્યદષ્ટિએ મિત્રતા રાખે પણ એને આધીન ન થાય. સ્પર્શનની એગશક્તિને પ્રભાવ પિતા ઉપર ન થવા દે. આવા પ્રાણી ઉત્કૃષ્ટ ઉત્તમ કહેવાય છે.
જે કે શરીરના નિર્વાહ માટે અલ્પપ્રમાણમાં સ્પર્શનની અનુકૂળતા આચરે ખરા, પરંતુ એના તાબેદાર ન બને, આસક્તિના ગુલામકે વાસનાને વશીભૂત ન જ થાય, તેથી આ પુરૂષે સંસારમાં પણ સુખના ભોક્તા બને છે. .