________________
મનીષીકુમાર વગેરેતુ' અભિનિષ્ક્રમણ
૨૯૯
વળી મનીષીકુમારને જ્યારથી જોયા છે ત્યારથી કાણુ જાણે કેમ એના પર ઘણાજ સ્નેહ થઈ રહ્યો છે. ક્ષણભર પણ એના વિના રહેવું અકારૂ જણાય છે. એના વિરહ હવે દુ:ખદાયી થઈ પડયા છે. દીક્ષા લેવામાં વિલંબ થાય તે સારૂ.
દીક્ષા લેવા માટે મારૂ અંતઃકરણ કબૂલ કરે છે. પણુ હજી જેવી દૃઢતા જોઈ એ તેવી જણાતી નથી. માટે હું આ ! તું મનીષીને લેાભાવ. વિષયાનુકૂળ સાધન સામગ્રી આપી એનું મન લલચાવ. જેથી સંસારમાં રહેવા એનું મન થઈ જાય. આપણાં ત્યાં ભાગ ઉપભાગની સામગ્રી અપાર છે. એમાંથી જે મનીષીને જોઇએ તે આપે. અને થાડા વખત સંસારમાં રોકે.
મંત્રી–હે નરપતિ ! આપની આજ્ઞા મારે શિરાધાય કરવી જોઈએ. છતાં આ વિષયમાં હું આપને કાંઈક વિન ંતિ કરવા ઈચ્છુ છું.
આપે કહ્યું કે મનીષીના વિરહ સહન કરવા હું અસ· મ છું. આ આપની વાત ગુણ પ્રત્યેના પક્ષપાતને જણાનારી છે. ગુણુના પક્ષપાત મંગલકારી ખીના ગણાય. એ જીવનમાં અન્ય સાત્ત્વિક ગુણાને આકષી જીવન ગુણુશીલ અનાવશે.
પરન્તુ આપે ત્રીજી જણાવ્યું કે “ વિષય પ્રલેાભનના સાધના આપી મનીષીકુમારને લલચાવી દીક્ષામાં વિલંબ થાય એવા પ્રયત્ન કરે” પણ આ વાત મને ઉચિત જણાતી નથી.