________________
ર૭
મનીષીકુમાર વગેરેનું અભિનિષ્ક્રમણ
આ ત્રણેના પિતા કર્મ વિલાસ રાજાને બતાવ્યા. તે એ સંબંધમાં જણાવવાનું, કે જન્મ દાતા માતા પિતા પુત્રના શરીરનું પાલન પોષણ કરે છે. તેમ પ્રાણુઓએ પિત પિતાના શુભ-અશુભ અધ્યવસાયે આદિથી બાંધેલા કર્મો એમને તથાગ્ય ફલ આપે છે. જે જાતને બંધ હોય તે જાતને ઉદય થાય. તે કર્મો એ જ પિતા સ્વરૂપે છે. જે જાતના કર્મ હોય એ જાતના પ્રાણીઓના રૂપ રંગ અને આકાર બને છે. માટે કર્મ પિતા સ્થાને છે.
શુભસુંદરી, સામાન્યરૂપા અને અકુશળમાળા એ ત્રણ મનીષકુમાર વગેરેની માતા છે એમ આચાર્ય ભગવંતે જણાવેલું, એ આત્માની ત્રણ જાતની પરિણતિ-વિચાર ધારાઓ સમજવી. પિતાના કર્મના ઉદયથી શુભ, શુભાશુભ અને અશુભ પરિણામે વિચારો થાય છે. આ જાતની ત્રણ પરિ રણતિ વાળા આત્માઓ એમના પુત્રો થયા.
જગતના જીવ માત્ર આ ત્રણ વિચારધારામાં આવી જાય છે. જેની વિચાર ધારા શુભ હોય તે મનીષીકુમાર જેવા અને શુભસુંદરીના પુત્ર તરીકે જાણવા. મધ્યમ પરિણતિ વાળા તે મધ્યમબુદ્ધિ જેવા અને સામાન્યરૂપાના પુત્ર તરીકે જાણવા. અને જેઓ અધમપરિણતિવાળા છે, તેઓ બાળ જેવા અને અકુશળમાળાના પુત્રો તરીકે જાણવા.
સ્પર્શનેન્દ્રિયને અનુકુળ પદાર્થોની ઝંખના જાગૃત કરે તે સ્પર્શન. સ્પર્શનેંદ્રિય અને સ્પર્શ વસ્તુતઃ એક છે.