________________
કાટ
ઉપમિતિ કથા સારોદ્ધાર
વિનય પૂર્વક બેઠા, ધ્યાન પૂર્ણ કર્યા બાદ “ધર્મલાભ” એ આશીર્વાદ અને આપે.
કોઈ અગમ્ય કારણ હશે કે જેથી મને મુનીશ્વર પ્રત્યે અતિસ્નેહ જા. એમને વિનંતિ કરી ધર્મનું સ્વરૂપ પૂછયું.
શ્રી દત્ત મુનીશ્વરે ઉપદેશ આપતાં જણાવ્યું કે ધર્મ બે પ્રકાર હોય છે. એક સર્વવિરતિ રૂપ સાધુ ધર્મ અને બીજે દેશવિરતિ રૂપ શ્રાવક ધર્મ. આ બન્ને પ્રકારના ધર્મનું વિસ્તાર પૂર્વક અમારી સામે વર્ણન કર્યું.
મેં એ ધર્મમાંથી શ્રાવક ધર્મને સ્વીકાર કર્યો. મને ધર્મ સ્વીકારથી ઘણેજ આનંદ થયે. મિત્રોની સાથે હું ઘરે આવ્યું અને મુનીશ્વર શ્રીદત્ત અન્ય ગામે વિહરી ગયા.
ગૃહસ્થ ધર્મના સ્વીકારથી બીજા સુબાળકને સંસર્ગ વધતે ગયે. એ સુસંગેના પ્રતાપે મારામાં ધર્મભાવના હતી તે વૃદ્ધિવંત બની અને પાસાણ ઉપર કોતરેલ રેખા જેવી દઢ અને કાયમી બની ગઈ આ મારી ધર્મભાવનાથી મને કેઈ ચલાયમાન કરવા શક્તિમાન ન હતું.
શ્રી દત્ત મુનીશ્વરનું પુનરાગમન અને પ્રશ્નોત્તર
જે મુનીશ્વરે મને ગૃહસ્થ ધર્મ આપે તે દત્ત મુનીશ્વર વિહરતા વિહરતા પુનઃ અમારા નગરની સમીપના “શમાવહ ઉદ્યાનમાં પધાર્યા. મેં એ સમાચાર સાંભળ્યા અને તરતજ