________________
કનક શેખર
૩૨૯
રહ્યાં છે. “મારે કનક, મારે કનક', એમ વારે વારે બેલેછે. અરે ! પાછા ધરતીપર ઢળી પડે છે. આસુંડાની ધારા વહેવાથી આંખે કુલી ગઈ છે.
રાજ્યમાં કોઈ વસ્તુ એમના મનને સંતોષ કે આનંદ આપતી નથી. માતા શ્રી ચૂતમંજરીને વિલાપ સૌને અકળામણ કરે છે. એમને વિલાપ બીજાને પણ વિલાપ કરાવી મૂકે છે. એમનું કરૂણ આકંદન ભલભલાના હૈયાને પીગાળી દે છે. માત તાતને બેફાટ રૂદનથી પ્રજા પણ નિરાધારની જેમ ચોધાર આંસુઓ પાડી રહી છે. પરિરિથતિ ઘણી વિકટ કરૂણ અને દયા જનક બની ગઈ છે, મંત્રી મંડળે ભેગા મળી રાજા રાણીને કમળ અને આશ્વાસન દેનારા શબ્દોથી શાંત કરવા પ્રયાસે કર્યા.
તે છતાં પણ એની ધારી અસર ન થઈ. રાજા રડે છે. ભાયાતે કારભારી, નગરજને સૌ રડી રહ્યાં છે. વાતાવરણ ઘણુંજ ગમગીની ભર્યું બની ગયું છે. સૌના મુખ સુકા પાંદડા જેવા ફીકા ફચ બની ગયા છે, કોઈને કાંઈ ગમ પડતી નથી. એ તરફ આપના વિરહથી રુદન રુદન અને રુદન થઈ રહ્યું છે.
“ચતુર”ને થયું કે રાજા રાણું આવું કરૂણ આકંદન કર્યા કરશે તો એમનું હૃદય બેસી જશે અને થોડા સમયમાં સ્વર્ગે સીધાવશે તે પ્રજા સ્વામી વિહણી બની જશે. માટે મારે કુમારશ્રીને માટે કાંઈક જણાવવું જોઈએ, મારી બેદરકારી