________________
૩૨૮
ઉપમિતિ કથા સારદ્વાર
પિતાજીએ અમને સભામાં બેલાવવા સંદેશ મોકલેલે. આજ્ઞા પાલન પૂર્વક અમે રવાના થઈ સભામાં ગયા. સભામાં પ્રવેશ થતાંની સાથે ત્રણ પુરૂષો સામે આવ્યા અને કનક શેખરને નમસ્કાર કરી, ચરણમાં મસ્તક ઝુકાવી દીધા.
કનકશેખરે આશ્ચર્ય પૂર્વક કહ્યું. અરે સુમતિ ! અરે કેસરી ! અરે વરાંગ !! તમે અહિં ક્યાંથી? આ પ્રમાણે બેલતા પ્રેમ પૂર્વક એમને ઉભા કર્યા અને ભેટી પડે. સૌ ખૂબજ હર્ષાવેશથી ભેટયાં.
મેં પૂછ્યું અરે કુમાર આ સૌ કોણ છે? ઉત્તર વાળતાં આનંદ વિભેર કનકશેખરે જણાવ્યું કે આ ત્રણે અમારા પૂજ્ય પિતાજીના માનનીય મહા અમાત્ય છે. પછી સૌએ પરસ્પર શુભ સમાચાર અને કુશળવાર્તા પૂછી, એગ્ય સન્માન કરવામાં આવ્યું અને ત્રણે અમાત્યને પિતાજીની સમીપમાં બેસાડવામાં આવ્યા. મારા પિતાશ્રી પઘરાજાએ કનકશેખરને જણાવ્યું કે –
હે કનક! આ તારા પિતાજીના મંત્રીઓએ જે સમાચાર અમને જણાવ્યા છે તે તું સાંભળ.
“કુમારશ્રી મહેલમાં દેખાતાં નથી આ જાતને શેક જનક સમાચાર દ્વારપાળ દ્વારા પિતાજી અને માતાજીને મલ્યા ત્યારે વજના આઘાત જેવો હૃદય વિદારક આઘાત થયે. મૂછ આવી ગઈ. મૂછ ઉતરતાં હૃદયફાટ વિલાપ કરી